.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 25)
દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ જ્યારે મુંબઈમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતનું નામ આંકી રહ્યા હતા, ત્યારે બે ગુજરાતી ભાઈઓએ સિનેમા ઉદ્યોગને કાઠિયાવાડ – સૌરાષ્ટ્રમાં લાવવાનું અકલ્પનીય સાહસ ખેડ્યું હતું.
મિત્રો! કોહિનૂર તથા કૃષ્ણ ફિલ્મ કંપનીઓથી થોડી આડી વાતે હું જઇ રહ્યો છું, પણ તે જ અરસામાં તે ભાઈઓની સાહસવૃત્તિ અને સિદ્ધિ પ્રેરણાદાયી હોવાથી તે કથા આપને કહી જ દઉં.
આ બે ભાઈઓનાં નામ વજેશંકર પટ્ટણી અને ચંપકરાય પટ્ટણી. આ બે ભાઈઓ તત્કાલીન ભાવનગર રાજ્યના કાબેલ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના કુટુંબીજનો.
ચંપકરાય પટ્ટણીને સિનેમેટોગ્રાફીમાં ખૂબ રસ પડ્યો. તેમણે ફ્રાન્સના ફિલ્મનિર્માતા મેલિઝ (મેલિએઝ?)ની ટેકનિક્સનો ઊંડો અભ્યાસ કર્યો. “અનન્યા”ના વાચકમિત્રોને જ્યોર્જ મેલિઝનો ટૂંક પરિચય આપી દઉં?
જ્યોર્જ મેલિઝ (Georges Melies – France; 1861 – 1938) ફ્રાન્સના જ નહીં, યુરોપના સિનેમા ઉદ્યોગના અગ્રગણ્ય પ્રણેતા. મેલિઝે ફિલ્મનિર્માણ ક્ષેત્રે – વિશેષ તો ટ્રીક ફોટોગ્રાફી અને સ્પેશિયલ ઇફેક્ટસ – ક્ષેત્રે ફિલ્મજગતને અવનવી ટેકનિક્સ આપી છે. મેલિઝની જાણીતી ટેકનિક્સમાં ફેડ-ઈન (Fade-In) તથા ફેડ-આઉટ (Fade-out) નો સમાવેશ થાય છે.
બંને પટ્ટણી ભાઈઓએ રાજકોટ ખાતે જ ફિલ્મ સ્ટુડિયો સ્થાપવાનું નક્કી કર્યું. તેમણે અલ્પવિકસિત રાજકોટ-ગોંડલ રોડ પર પ્રોસેસિંગ લેબોરેટરી સહિતની સગવડ સાથે ફિલ્મનિર્માણ કેન્દ્ર ઊભું કર્યું.
પટ્ટણી ભાઈઓની ફિલ્મ કંપની પ્રારંભે ‘સૌરાષ્ટ્ર કિનેમેટોગ્રાફ કંપની’ તથા પાછળથી ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’ તરીકે ઓળખાઈ.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 25) * * અનન્યા/080419/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
* * * * * * * * **
* * * * * * * * **
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, April 2008, અનન્યા, એપ્રિલ 2008, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Silent movies