.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 23)
.
દ્વારકાદાસ સંપતને ફિલ્મ લાઈન માટે વિશેષ પ્રેરણા દાદાસાહેબ ફાલકેની ફિલ્મોમાંથી મળી હતી.
પહેલાં આપને દ્વારકાદાસ સંપત (સંપટ)ની ‘કોહિનૂર’ની વાતો કરી લઉં?
મને યાદ આવે છે કોહિનૂર ફિલ્મ્સનાં અભિનેત્રી જમના.
તે વર્ષ હતું 1922નું. દ્વારકાદાસ સંપતની કોહિનૂર કંપનીની ફિલ્મ આવી ‘સુકન્યા સાવિત્રી’. તેમાં પ્રથમ વાર જમનાનો અભિનય ચમક્યો. તે પછી જમનાએ કોહિનૂરની અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું.
કોહિનૂરની 1924ની એક ફિલ્મ હતી ગુલ-એ-બંકાવલિ. આ ફિલ્મની પટકથા ગુજરાતી લેખક મોહનલાલ જી. દવેએ લખી હતી. “અનન્યા”ના વાચકમિત્રોને એક મહત્વની માહિતી આપું કે ‘ગુલ-એ-બકાવલિ’માં ઝુબેદાનો પણ અભિનય હતો. એ જ ઝુબેદા, જે પાછળથી ભારતીય સિનેમાની પ્રથમ ટોકી મુવિ – બોલપટ – ‘આલમઆરા’નાં મુખ્ય અભિનેત્રી બન્યાં. તેમાં પણ જમનાનો તેમ જ નુર મોહમ્મદ નામના અભિનેતાનો અભિનય.
‘કોહિનૂર’ની એક મહત્વાકાંક્ષી ફિલ્મ ‘મનોરમા’.
આ ફિલ્મની પટકથા ગુજરાતી કવિ સુરસિંહજી ગોહિલ ‘કલાપી’ની અમર કૃતિ ‘હૃદયત્રિપુટી’ પર આધારિત હતી. આમ, કવિ કલાપી એવા પહેલા સર્જક કે જેમની કાવ્ય રચના ફિલ્મ પડદે અવતાર લેનાર સર્વ પ્રથમ કૃતિ બની.
* * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 23) * * અનન્યા/080405/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, April 2008, અનન્યા, એપ્રિલ 2008, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Silent movies