અનન્યા/080315/દેશ-દુનિયા

.

અનન્યા/080315/દેશ-દુનિયા

* * * ભારતમાં મહાનગરોનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટસની કાયાપલટ થઈ રહી છે.

દેશની અગ્રણી ખાનગી કંપનીઓ દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદ્રાબાદનાં ઇંટરનેશનલ એરપોર્ટસનું આધુનિકીકરણ કરી રહી છે.

હૈદ્રાબાદનું અદ્યતન રાજીવ ગાંધી ઇંટરનેશનલ એરપોર્ટ હવે ખુલ્લું મૂકાયું છે. તેની ડિઝાઇન નોર્વે અને હોંગકોંગની કંપનીઓએ તૈયાર કરેલ છે. * ** * * અનન્યા/080315/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *

* * ભારતની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ વિશ્વના પ્રોપર્ટી માર્કેટમાં ચમકી રહ્યાં છે. મુંબઈના નરીમાન પોઇન્ટ અને દિલ્હીના કોનોટ પ્લેસની બિઝનેસ લોકાલિટીઝમાં પ્રોપર્ટીના ભાવ વિશ્વનાં શ્રેષ્ઠ બજારો સાથે સ્પર્ધા કરે છે.

નરીમાન પોઇન્ટ અને  કોનોટ પ્લેસની બિઝનેસ પ્રોપર્ટીની ગણના વિશ્વની મોંઘામાં મોંઘી પ્રોપર્ટીમાં થાય છે.

* * * અનન્યા/080315/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  ગ્લોબલાઈઝેશનના જમાનામાં લોકલ માર્કેટસને સમજવાં કેટલાં જરૂરી છે તે વાત મલ્ટીનેશનલ કંપનીઝ હવે સારી રીતે સમજે છે.

અમેરિકન બહુરાષ્ટ્રીય કંપનીઓ કોકા કોલા, પેપ્સી અને કેલોગ્ઝને ભારતમાં માર્કેટિંગ ક્ષેત્રે થયેલા કડવા અનુભવો આ હકીકતને ટેકો આપે છે.  મેકડોનાલ્ડ જેવી જાયન્ટ અમેરિકન કંપનીએ પણ ભારતના માર્કેટને સમજવા અઘરી કવાયતો કરવી પડે છે.

ભારતીય ટેલિવિઝનના પડદે ટીવી ચેનલ્સને પણ આ વાત લાગુ પડી છે. અમેરિકામાં લોકપ્રિય વોલ્ટ ડિઝની (Walt Disney) કંપનીની બાળકો માટેની ચેનલને ભારતમાં સફળતા માટે ભારે પ્રયત્નો કરવા પડ્યા.

ટર્નરની બાળકો માટેની બે ચેનલોએ એક તબક્કે તો 70% સુધીનો માર્કેટ શેર લઈ લીધો હતો. ટર્નરની આ બે ચેનલ્સ હતી કાર્ટૂન નેટવર્ક (Cartoon Network) તથા પોગો (Pogo).

રોની સ્ક્રુવાલાની કંપની યુટીવી (UTV) ની બાળકો માટેની ચેનલ હંગામાએ પણ આ સ્પર્ધામાં ઝડપી સરસાઈ લીધી. છેવટે ડિઝનીએ યુટીવીની હંગામા ચેનલ ખરીદી લીધી. તાજેતરના સમયમાં હંગામાનો માર્કેટ શેર કાર્ટૂન નેટવર્કની લગોલગ પહોંચી ગયો છે. * * * અનન્યા/080315/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *    *   * *     * *     **    **

Leave a Reply