અનન્યા/080315/પ્રથમપૃષ્ઠ

  

અનન્યાનાં પૃષ્ઠોને ક્ષતિરહિત તથા રસપ્રદ માહિતીથી સમૃદ્ધ કરવા અમે પ્રયત્નશીલ છીએ.

અનન્યાનાં આજકાલ-સામાન્યજ્ઞાન તેમજ દેશ-દુનિયાનાં પૃષ્ઠો પરની માહિતી બાલ-કિશોર-યુવાન વર્ગને કારકિર્દી અર્થે ઉપયોગી હોય જ છે, સાથે વડીલ વર્ગને પણ રોચક રહે છે. આ પૃષ્ઠો પરની ભાષામાં અંગ્રેજી શબ્દપ્રયોગો સાથે અન્ય છૂટ પણ લઈએ છીએ. આમ છતાં, આપની નજરે ચડેલ માહિતીદોષ અને અક્ષમ્ય વ્યાકરણદોષ અમારા ધ્યાન પર જરૂર લાવશો.

આપ જાણો છો તેમ, ગુજરાતી ઇન્ટરનેટ પર ભારતીય સિનેમાની જાણી-અજાણી અદભુત વાતોનો રસથાળ અનન્યાનું અદ્વિતીય નજરાણું છે.

ગુજરાતી ઇન્ટરનેટ પર સૌ પ્રથમ વખત વિશ્વ  અને ભારતમાં સિનેમાના વિકાસની ગાથા અને ફિલ્મજગતનો ઇતિહાસ અનન્યાનાં ફિલ્મ-સિનેમા પૃષ્ઠ પર આલેખાઇ રહ્યાં છે.

હિંદી મૂક સિનેમા- સાયલેન્ટ મુવિઝ-ના જમાનામાં મુંબઈના ફિલ્મ ઉદ્યોગના વિકાસમાં ગુજરાત અને ગુજરાતીઓનું યોગદાન ભૂલાઈ રહ્યું છે, ત્યારે અનન્યાનો આ નમ્ર પ્રયત્ન આપ જરૂરથી બિરદાવશો તેવી શ્રદ્ધા છે.

* * * અનન્યા/080315/હરીશ દવે/ Ananyaa/ * * **    *   * *     * *     **    **

Leave a Reply