અનન્યા/080308/દેશ-દુનિયા

.

*

અનન્યા/080308/દેશ-દુનિયા

.
* ભારતની રાજધાની દિલ્હીમાં દેશનો સર્વ પ્રથમ એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ આખરે બંધ થયેલ છે. 1982માં દિલ્હીમાં યોજાયેલ એશિયન ગેઇમ્સનો mascot નાનકડો હાથી ‘અપ્પુ’ બાળકો માટે આકર્ષણ બન્યો હતો.

ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના સૂચનથી દિલ્હીના પ્રગતિ મેદાન રોડ પર બાળકો માટેના એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ નું આયોજન થયું નવેમ્બર 19, 1984ના રોજ ‘અપ્પુ ઘર‘નું ઉદઘાટન થયું, તાજેતરના વર્ષોમાં ‘અપ્પુઘર’ના મુલાકાતીઓની સંખ્યા પ્રતિ વર્ષ વીસ લાખથી પણ વધારે હતી. ગયા મહિને – ફેબ્રુઆરીની 17મી તારીખે સર્વ પ્રથમ ભારતીય એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ના દરવાજા સદા માટે બંધ થયા! * * * અનન્યા/080308/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

.
* * * વિશ્વના ‘મહત્તમ વળતર રળી આપતા બિઝનેસ‘ કયા? સ્વાભાવિક રીતે, અત્યારે સ્વાસ્થ્ય-દવા-ઔષધ- ક્ષેત્રના તેમજ આર્થિક ક્ષેત્રના વ્યવસાયો નફાકારક ગણાય છે. ઔષધ-નિર્માણ કરતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સૌથી વધારે નફાકારક વ્યવસાયમાં મૂકાય છે. તે પછી કોમર્શિયલ બેંકિંગ આવે છે. ફાયનાન્શિયલ ડેટા સર્વિસીઝ અને કોમ્યુનિકેશન-નેટવર્ક વ્યવસાયો પણ ઊંચું વળતર આપે છે.

અમેરિકામાં કાર્યરત ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં મર્ક, જહોન્સન એન્ડ જહોન્સન, ફાઈઝર વગેરે વિશ્વની જાયંટ ફાર્મા કંપનીઓ છે. ભારતના ફાર્મા ઉદ્યોગમાં ગુજરાતી ઉદ્યોગપતિઓની ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓનો મોટો ફાળો છે. ગુજરાતમાં સ્થાપિત ઝાયડસ કેડિલા, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, ટોરેન્ટ આદિ નામાંકિત કંપનીઓ છે. * * * અનન્યા/080308/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

.

* * * અમેરિકાની સબ-પ્રાઇમ લેન્ડિંગ ક્રાઇસિસ હજી પણ અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓને રડાવી રહી છે તે વાત “અનન્યા“ના વાચકો સારી રીતે જાણે છે. ફાઇનાન્શિયલ ક્ષેત્રે જાયન્ટ અમેરિકન કંપનીઓ મોર્ગન સ્ટેન્લી તથા સિટી ગૃપ ઊંડા ખાડામાં ઊતરી ગઈ છે. ભારતમાં પણ આ કંપનીઓના પર્ફોર્મન્સ પર અસર થયાના અહેવાલો છે. વર્ષ 2007ના છેલ્લા ક્વાર્ટરમાં મોર્ગન સ્ટેન્લીએ સાડા ત્રણ બિલિયન ડોલરથી પણ વધુ લોસ કર્યાની ખબર છે. ગયા વર્ષે સિટી ગૃપનો લોસ નવ બિલિયન ડોલરથી પણ વધારે છે. * * ** *

.

* * * અમેરિકા (USA)ની અગ્રણી ઓટોમેકર કંપની ક્રાઇસ્લર (Chrysler, USA) ભારે આર્થિક મુશ્કેલીઓને લીધે ડૂબવાને આરે હતી ત્યારે 1979માં લી આયાકોકા તેના સીઈઓ બન્યા. ફોર્ડ કંપનીના સફળ અધિકારી લી આયાકોકાએ ક્રાઈસ્લરને નફો કરતી કાર-ઉત્પાદક કંપની બનાવી અમેરિકાની ત્રીજા નંબરની ઓટોમેકર કંપનીના સ્થાને મૂકી. 1990 પછીના વર્ષોમાં અમેરિકન ઑટોમેકર ક્રાઇસ્લર ફરી આર્થિક સમસ્યાઓમાં ઘેરાતી ગઈ. 1998માં વિખ્યાત મર્સિડીઝ (Mercedes) કાર્સના ઉત્પાદક ડાઇમ્લર કંપનીએ 36 બિલિયન ડોલરમાં ક્રાઇસ્લરને હસ્તગત કરી. ડાઇમ્લર (Daimler, Germany) કંપની જર્મની (યુરોપ)ના ઑટોમોબાઇલ ઉદ્યોગની સૌથી મોટી કંપની છે. થોડાં વર્ષોના નિષ્ફળ પ્રયત્નો પછી ડાઇમ્લરને પોતાની ભૂલ સમજાઈ. ડાઇમ્લર પાસેથી ક્રાઇસ્લર કંપનીને સર્બેરસ કેપિટલ મેનેજમેન્ટ નામની ઇક્વિટી મેનેજમેન્ટમાં નિષ્ણાત ફાયનાન્શિયલ જાયંટ કંપનીએ સંભાળી. હવે સર્બેરસ પણ ક્રાઇસ્લરથી તંગ આવી ગઈ છે!

* * * અનન્યા/080308/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

Leave a Reply