અનન્યા/080301/ફિલ્મ-સિનેમા

.

*

અનન્યા/080301/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 18)

દ્વારકાદાસ સંપતની ‘કોહિનૂર‘ તથા માણેકલાલ પટેલની ‘કૃષ્ણ‘ ફિલ્મ કંપનીઓએ હિન્દી અને ગુજરાતી ચલચિત્રોના વિકાસ માટેના રસ્તા ખુલ્લા કર્યા.

‘કોહિનૂર ફિલ્મ કંપની’એ મહત્વની ઘટનાઓ અને પ્રસંગોના દસ્તાવેજી ચિત્રો ઊતારી હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગને નવી રાહ બતાવી.

તેમાંની બે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સની નોંધ લેવી જ ઘટે.

એક તો ‘લોકમાન્ય ટિળકની સ્મશાનયાત્રા’ તથા બીજી યાદગાર ડોક્યુમેન્ટરી ‘લોકમાન્યની પ્રતિમાનું મહાત્મા ગાંધી દ્વારા અનાવરણ’.

આ બંને ચિત્રો ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંબંધિત છે. ‘અનન્યા’ના વાચકમિત્રો! મને આઝાદીની લડતના તે દિવસો હજી યાદ છે. ઑગસ્ટ 1, 1920ના રોજ લોકમાન્ય તિલકનું અવસાન થયું ત્યારે મુંબઈમાં તેમની અંતિમ વિધિમાં બે લાખ લોકો ઉમટ્યા હતા. મુંબઈમાં લોકમાન્ય તિલકની અંતિમયાત્રાનું દસ્તાવેજી ચિત્રીકરણ કરી કોહિનૂર ફિલ્મ કંપનીએ અજબની સૂઝ બતાવી હતી.

તે પછી લોકમાન્ય તિલકની પ્રતિમાની અનાવરણ વિધિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરી હતી. ગાંધી બાપુને સાંકળતા આ પ્રસંગનું દસ્તાવેજી ચિત્ર પણ કોહિનૂર ફિલ્મ દ્વારા ઉતારવામાં આવ્યું હતું.

 “અનન્યા”ના વાચક મિત્રોને નવાઈ લાગશે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પ્રથમ વખત રૂપેરી પડદે લાવવાનો યશ એક ગુજરાતીને મળ્યો હતો!

ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ કોહિનૂર ફિલ્મ્સના દસ્તાવેજી ચિત્ર (ડોક્યુમેંટરી ફિલ્મ)માં  ગાંધીજીને દર્શાવવામાં આવ્યા હતા. અહીં એક સ્પષ્ટતા કરી દેવાની કે દ્વારકાદાસ સંપતની ‘કોહિનૂર ફિલ્મ કંપની’એ ‘ભક્ત વિદૂર’ ફિલ્મમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ફિલ્મી પડદા પર રજૂ કર્યા હતા.

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 18) * * અનન્યા/080301/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

*   *   * *     *  *    *  *    **

*   *   * *     * *     *  *    **

*   *   * *     * *     *  *    **

Leave a Reply