અનન્યા/080329/ફિલ્મ-સિનેમા

.
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 22)
આપને કેવી રીતે સમજાવું કે ગુજરાત અને ગુજરાતીઓના મહામૂલા યોગદાનને કારણે જ ભારતીય સિનેમા ઉદ્યોગની ઇમારત આજની બુલંદી પર અડીખમ ઊભી છે!
દાદાસાહેબ ફાલકે એ હિંદુસ્તાનમાં સિનેમાને જન્મ આપ્યો અને એક મહાઉદ્યોગ – હિંદુસ્તાની ફિલ્મ ઉદ્યોગ – ની નીવ નાખી આપી.
દાદાસાહેબ ફાલકે કેટલાક વર્ષો ગુજરાતમાં [...]

અનન્યા/080329/પ્રથમપૃષ્ઠ

.
અનિવાર્ય સંજોગોના કારણે “અનન્યા”ના પ્રકાશનમાં સર્જાયેલી અનિયમિતતા બદલ અમે દિલગીર છીએ. ટૂંક સમયમાં “અનન્યા” પ્રતિ સપ્તાહ નિયમિત પ્રગટ થવા લાગશે તેવો અમને વિશ્વાસ છે. વાચક મિત્રોની ક્ષમા પ્રાર્થીએ છીએ અને સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ.
તા. 29/03/2008ના આ અંકમાં એક માત્ર ફિલ્મ-સિનેમાનું પૃષ્ઠ પ્રગટ થયેલ છે, જેમાં ગુજરાતી ઇન્ટરનેટ પર સર્વ પ્રથમ વખત આલેખાઈ રહેલ ફિલ્મ-સિનેમાના [...]

અનન્યા/080322/ફિલ્મ-સિનેમા

*

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 21 ) 

મારી આંખોમાં આજે ય માણેકલાલ પટેલ અને દ્વારકાદાસ સંપત ની જુગલ જોડી તરવરે છે.
એકની કૃષ્ણ ફિલ્મ કંપની, બીજાની કોહિનૂર ફિલ્મ કંપની.
ઇસ્ટ દાદરમાં માણેકલાલ પટેલની કૃષ્ણ ફિલ્મ કંપનીનો ‘ગુજરાત સ્ટુડિયો’ હતો. આજે દાદરના સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં ગુજરાત સ્ટુડિયોનું નામનિશાન નથી રહ્યું.
કૃષ્ણ ફિલ્મ કંપની [...]

અનન્યા/080322/ગુજરાતી નેટ જગત

*
.
 ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં ટેકનીકલ વિષયોના કેટલા બ્લોગ્સ  આપની નજરે ચડ્યા છે?
ગુજરાતી નેટ જગતના આપણા મિત્રો પોતાના બ્લોગ પર ટેકનીકલ માહિતી અવારનવાર મૂકે છે તે રાજી થવા જેવી વાત છે. આપણી પાસે ટેકનીકલ જ્ઞાન ધરાવતા મિત્રો સર્વશ્રી વિશાલ મોણપરા, કાર્તિક મિસ્ત્રી અને અન્ય પણ છે. તેઓ સૌ ઉત્સાહથી અવારનવાર યોગદાન કરતા રહ્યાં છે. આજે [...]

અનન્યા/ 080322/દેશ-દુનિયા

*
.
ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં ભારે સ્પર્ધાનું વાતાવરણ છે. ભારતની સૌથી મોટી બેંક ભારત સરકારના નિયંત્રણ નીચેની સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (એસબીઆઈ – SBI – State Bank of India)  છે. એસબીઆઈની એસ્ટેટસ સાડા પાંચસો લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે.
ભારતની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંક – પ્રત્યેકની એસ્ટેટ લગભગ 160 લાખ કરોડ [...]

અનન્યા/080322/આજકાલ-સામાન્યજ્ઞાન

*
.
આજ-કાલ
ભારતનું એક માત્ર રેલ્વે સ્ટેશન સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન – યુએન – યુનો – UN – UNO ) દ્વારા ‘વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ’ તરીકે સન્માન પામ્યું છે, તે આપ જાણો છો?
મુંબઈ (મહારાષ્ટ્ર) નું છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉર્ફે વિક્ટોરિયા ટર્મિનસ ઉર્ફે વીટી સ્ટેશન ‘વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ’ છે.
યુનાઈટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કો (UNESCO – United Nations [...]

અનન્યા/080322/પ્રથમપૃષ્ઠ

*
.
તાજમહાલને યુનેસ્કો – યુએન – દ્વારા ‘વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ’ તરીકે 1983 માં સ્વીકૃતિ મળી ત્યારથી આજ સુધીમાં ભારતના 25 થી વધુ સ્થળોને તે સન્માન મળ્યું છે.

પણ મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉર્ફે વિક્ટોરિયા ટર્મિનસ ઉર્ફે વીટી સ્ટેશન ‘વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ’ છે તે વાત મેં હમણાં જાણી.

યુરોપની ગોથિક વિક્ટોરિયન સ્ટાઇલ અને મધ્યયુગીન ઇટાલીની સ્થાપત્યકલા સાથે ભારતીય [...]

અનન્યા/080315/ફિલ્મ-સિનેમા

.
અનન્યા/080315/ફિલ્મ-સિનેમા
.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 20)

  ભારતના સિનેમા ઉદ્યોગની તવારીખમાં ગુજરાતી મિત્રો દ્વારકાદાસ સંપત (સંપટ)  અને માણેકલાલ પટેલના બહુમૂલ્ય યોગદાનની વાતોનો પાર આવી શકવાનો નથી.
મેં તો મારી સગી આંખોથી ગુજરાતના આ સપૂતોની કાર્યસિદ્ધિઓ નિહાળી છે. દ્વારકાદાસ સંપતની ‘કોહિનૂર ફિલ્મ કંપની’ને હિંદુસ્તાનની ‘એમજીએમ – મેટ્રો-ગોલ્ડવિન-મેયર (MGM, USA)’ તરીકે નવાજવામાં આવી તેમાં બોલિવુડ [...]

અનન્યા/080315/ગુજરાતી નેટ જગત

.
અનન્યા/080315/ગુજરાતી નેટ જગત

ગુજરાતી નેટ જગતના વાચકો શ્રીમતી દેવિકા બહેન ધ્રુવના બ્લોગ ‘શબ્દોને પાલવડે’થી પરિચિત છે જ.
ગુજરાતી ભાષાની બારાખડીના એક એક અક્ષરને લઈને દેવિકા બહેન તેમના બ્લોગ  પર સરસ રચનાઓ મૂકે છે. તેમની કાવ્યકૃતિઓમાં સુંદર શબ્દપ્રયોગોની ઝલક દેખાય છે. દેવિકાબહેનની કૃતિઓ ઉત્તમ ભાષાપ્રયોગને પ્રેરે છે.

અભિનંદન, દેવિકાબહેન! સાથે એક નમ્ર સૂચન. આપની કૃતિઓમાં જોડણી-વ્યાકરણ દોષને નિવારશો [...]

અનન્યા/080315/દેશ-દુનિયા

.
અનન્યા/080315/દેશ-દુનિયા

* * * ભારતમાં મહાનગરોનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટસની કાયાપલટ થઈ રહી છે.
દેશની અગ્રણી ખાનગી કંપનીઓ દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદ્રાબાદનાં ઇંટરનેશનલ એરપોર્ટસનું આધુનિકીકરણ કરી રહી છે.

હૈદ્રાબાદનું અદ્યતન રાજીવ ગાંધી ઇંટરનેશનલ એરપોર્ટ હવે ખુલ્લું મૂકાયું છે. તેની ડિઝાઇન નોર્વે અને હોંગકોંગની કંપનીઓએ તૈયાર કરેલ છે. * ** * * અનન્યા/080315/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *

* [...]

અનન્યા/080315/આજકાલ-સામાન્યજ્ઞાન

.
અનન્યા/080315/આજકાલ-સામાન્યજ્ઞાન
આજકાલ
અમેરિકાના આર્થિક-વાણિજ્ય પ્રવાહોને તથા અમેરિકન ડોલરની નબળી સ્થિતિને વિશ્વની અર્થવ્યવસ્થાઓ અદ્ધર શ્વાસે જોઈ રહી છે. “અનન્યા”ના આગલા અંકોમાં આપે વિશ્વના આર્થિક પ્રવાહોની માહિતી મેળવેલ છે.
અમેરિકન અર્થતંત્રની માંદગી વિશ્વભરને (ભારતને પણ) વધતી-ઓછી પ્રભાવિત કરવા લાગી છે. એટલી નિરાંત કે, ભારતીય અર્થવ્યવસ્થા છેક ચિંતાજનક સ્થિતિમાં તો નથી જ.
ક્યાં એક જમાનામાં વિદેશી હુંડિયામણ (ફોરેન એક્ષ્ચેંજ)ની કારમી અછત અને [...]

અનન્યા/080315/પ્રથમપૃષ્ઠ

  
“અનન્યા”નાં પૃષ્ઠોને ક્ષતિરહિત તથા રસપ્રદ માહિતીથી સમૃદ્ધ કરવા અમે પ્રયત્નશીલ છીએ.
“અનન્યા”નાં “આજકાલ-સામાન્યજ્ઞાન” તેમજ “દેશ-દુનિયા”નાં પૃષ્ઠો પરની માહિતી બાલ-કિશોર-યુવાન વર્ગને કારકિર્દી અર્થે ઉપયોગી હોય જ છે, સાથે વડીલ વર્ગને પણ રોચક રહે છે. આ પૃષ્ઠો પરની ભાષામાં અંગ્રેજી શબ્દપ્રયોગો સાથે અન્ય છૂટ પણ લઈએ છીએ. આમ છતાં, આપની નજરે ચડેલ માહિતીદોષ અને અક્ષમ્ય વ્યાકરણદોષ અમારા [...]

અનન્યા/080308/ફિલ્મ-સિનેમા

.
*
અનન્યા/080308/ફિલ્મ-સિનેમા
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 19 )
.
દ્વારકાદાસ સંપતની ‘કોહિનૂર’ તથા માણેકલાલ પટેલની ‘કૃષ્ણ’ ફિલ્મ કંપનીઓની વાતો હું આપને કર્યા જ કરું, તો યે તે વાતો ક્યારેય ખૂટવાની નથી. પણ તે સાથે મારે બીજી વાતો પણ કરતા જવી પડશે.
હા, મને યાદ આવે છે તે સ્વપ્નદ્રષ્ટા ગુજરાતી હાજી મહંમદ. “અનન્યા”ના વાચકમિત્રો! આપે [...]

અનન્યા/080308/ગુજરાતી નેટ જગત

.
*
અનન્યા/080308/ગુજરાતી નેટ જગત
ગુજરાતી નેટ જગત પર નજર નાખતાં બે સાઇટ ખાસ નજરે ચઢી.
ચેતનાબહેનની નવી વેબ-સાઈટ “સમન્વય”, તથા ઊર્મિબહેનનો “સહિયારું સર્જન”.
“સમન્વય” એટલે ભક્તિ – સંગીત – સાહિત્યનો સમન્વય. ….
“સહિયારું સર્જન” પર કાવ્યસર્જનના સહિયારા પ્રયાસો ફરી સક્રિય થયા છે.
બંને બહેનોને સહર્ષ અભિનંદન! “અનન્યા” તરફથી શુભેચ્છાઓ!
* * * અનન્યા/080308/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * [...]

અનન્યા/080308/દેશ-દુનિયા

.
*
અનન્યા/080308/દેશ-દુનિયા
.
* ભારતની રાજધાની દિલ્હીમાં દેશનો સર્વ પ્રથમ એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ આખરે બંધ થયેલ છે. 1982માં દિલ્હીમાં યોજાયેલ એશિયન ગેઇમ્સનો mascot નાનકડો હાથી ‘અપ્પુ’ બાળકો માટે આકર્ષણ બન્યો હતો.
ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના સૂચનથી દિલ્હીના પ્રગતિ મેદાન રોડ પર બાળકો માટેના એમ્યુઝમેંટ પાર્ક ‘અપ્પુ ઘર’ નું આયોજન થયું નવેમ્બર 19, 1984ના રોજ ‘અપ્પુ ઘર‘નું [...]