.
*
અનન્યા/080216/ફિલ્મ-સિનેમા
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 16)
દ્વારકાદાસ સંપત સફળ ફિલ્મ નિર્માતા બન્યા અને તેમની કોહિનૂર કંપનીને ભારતની “એમજીએમ”થી નવાજવામાં આવી.
1923ના જાન્યુઆરીમાં કોહિનૂર સ્ટુડિયોમાં વિનાશક આગ ફાટી નીકળી. વાચકમિત્રો! આપ માનશો કે આજેય મારી આંખોમાં એ આગની વાતો તાજી છે. હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગના કમનસીબે આ અગ્રીમ ભારતીય ફિલ્મ કંપનીને પારાવાર નુકશાન થયું. કેટલીયે ફિલ્મોની અણમોલ નેગેટીવ આગમાં ખાખ થઈ ગઈ.
દ્વારકાદાસ સંપત આવા અસહ્ય આઘાતમાંથી હિંમત દાખવી બહાર આવ્યા અને તેમણે કોહિનૂર ફિલ્મ કંપનીને ફરી જીવિત કરી.
1929 સુધીમાં દ્વારકાદાસ સંપતની કોહિનૂર કંપનીએ 98 જેટલી ફિલ્મો બનાવી. પણ કમનસીબી એ કે તે દરમ્યાન સાથીદારો છૂટા પડતા ગયા … (આવતા અંકે)
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 16 ) * * અનન્યા/080216/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, ફેબ્રુઆરી 2008, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, February 2008, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Silent movies