.
*
અનન્યા/080126/ગુજરાતી નેટ જગત
આજે ગુજરાતી નેટ જગતનું પૃષ્ઠ તૈયાર કર્યા પછી અચાનક વર્ડપ્રેસના એક ‘મનોરમ્ય’ ગુજરાતી બ્લોગ પર નજર પડી.
તરત પૃષ્ઠનું લખાણ બદલી માત્ર આ બ્લોગ “આદિલ મન્સૂરી”ની વાત “અનન્યા” પર લખું છું.
ગુજરાતમાં જ નહીં, અમેરિકામાં પણ આદિલ મન્સૂરીએ ચાહક વર્ગ ઊભો કર્યો છે. ગુજરાતી વાચકને આદિલ મન્સૂરીની ઉત્તમ ગઝલકાર તરીકે ઓળખ આપવાની ન જ હોય. આદિલ સાહેબ ગઝલકાર જ છે તેવા ભ્રમમાં રહેતા કેટલાક વાચકોએ તેમની અછાંદસ રચનાઓનો રસાસ્વાદ જરૂર લેવો. આદિલ સાહેબ શબ્દોને રમાડે અને કવિતા પ્રગટે છે તેવી પ્રતીતિ આપને થશે.
આપ “આદિલ મન્સૂરી”ની મુલાકાત અવશ્ય લેશો તેવી મારી આગ્રહભરી ભલામણ છે. * * * અનન્યા/080126/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *
Filed under: ગુજરાતી નેટ જગત | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, જાન્યુઆરી 2008, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, January 2008
nice information and blog about Aadil Mansuri