*
.
અનન્યા/071229/દેશ-દુનિયા
*
હેલ્થકેર ક્ષેત્રે દેશનું નામાંકિત કોર્પોરેટ ગ્રુપ એપોલો હવે આરોગ્ય-ચિકિત્સા ક્ષેત્રે સંશોધનમાં પાંખ પ્રસારે છે. ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈસીએમઆર – ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR – Indian Council of Medical Research) ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડો. ગાંગુલી એપોલો હોસ્પિટલ્સ ગ્રુપમાં જોડાયા છે. ડો. રેડ્ડીના નેતૃત્વ નીચે એપોલો હોસ્પિટલ્સ ગ્રુપ અમેરિકાની મેયો ક્લિનિક, ક્લીવલેન્ડ ક્લિનિક આદિ ચિકિત્સા-સંશોધનમાં અગ્રેસર સંસ્થાઓની હરોળમાં જવા ઇચ્છે છે. * *
* માર્કેટિંગ મેનેજમેન્ટમાં એડવર્ટાઇઝમેન્ટનું આગવું સ્થાન છે. પોતાની પ્રોડક્ટસ તથા સેવાઓને ઉપભોક્તાઓની નજરમાં લાવવા અને ગ્રાહકોને પોતાના પ્રતિ ખેંચવા કંપનીઓ માટે એડવર્ટાઇઝમેન્ટ ઉપયોગી શસ્ત્ર છે.
મેગેઝિન-ન્યૂઝપેપર જેવા પ્રિન્ટ મીડિયા સાથે હવે ટીવી ચેનલ્સ અને રેડિયો પણ એડવર્ટાઇઝમેન્ટ માટે સ્પર્ધામાં છે. ભારતમાં એડવર્ટાઇઝમેન્ટનું માર્કેટ સોળ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનો અંદાજ છે. ભારતમાં પ્રિન્ટ મીડિયાની એડવર્ટાઇઝમેન્ટમાં મારુતિ સુઝુકી, બજાજ ઓટો, ટાટા મોટર્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, એચપી ઇન્ડિયા આદિ કંપનીઓ મોખરે છે. * *
* શેરડીનો રસ પણ હવે “બ્રાંડેડ” બન્યો છે!
ભારતના “સિલિકોન વેલી” તરીકે ઓળખાતા શહેર બેંગલોર (બેંગ્લોર – Bangalore, Karnataka)માં હવે બ્રાંડેડ શેરડી-રસ મળતો થયો છે. Cane-O-La ના નામથી બેંગલોરની કંપની શહેરમાં પોતાના આઉટલેટ્સ પરથી મિકેનાઇઝડ પ્રોસેસથી શેરડીનો તાજો જ્યૂસ ગ્રાહકોને સર્વ કરશે. * *
* અમેરિકાની સોફ્ટ ડ્રીંક્સ કંપની પેપ્સીકો (PepsiCo, USA) આશરે બસો દેશોમાં વિસ્તરેલ બહુરાષ્ટ્રીય કંપની (MNC – Multinational company) છે. “અનન્યા”ના અગાઉના અંકમાં આપે વાંચ્યું છે કે પેપ્સીના ચીફ એક્ઝીક્યુટીવ ભારતીય મૂળના અમેરિકન ઇન્દ્રા નૂયી છે.
ભારતમાં ચેન્નાઈ (Chennai, Tamilanadu, India) ના મૂળ વતની ઇન્દ્રા નૂયી અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂ યોર્ક (Federal Reserve Bank of New York, USA) ના બોર્ડના સભ્ય છે તેમ જ ન્યૂ યોર્કના લિંકન સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટસ સાથે પણ સંલગ્ન છે. તાજેતરમાં ઇન્દ્રા નૂયી અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર-વાણિજ્યની સંસ્થા US – India Business Council ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નિમાયા છે. * *
* અમેરિકાની કંપની એઓએલ (AOL) દ્વારા ભારતમાં તેનું ઇન્ટરનેટ પોર્ટલ શરૂ થયાને આઠેક મહિના થયા છે.
એઓએલ કંપની અને અમેરિકન જાયન્ટ કંપની ટાઇમ-વોર્નર (Time-Warner) સાથેનું ઐતિહાસિક જોડાણ (Merger/ Acquition) 2001માં થયું હતું. ભારતમાં એઓએલ દ્વારા હિંદી તથા તમિલ ભાષાઓમાં પણ સેવા ઉપલબ્ધ છે. * * * અનન્યા/071229/દેશ-દુનિયા/હરીશદવે * * **
* * * અનન્યા/071229/દેશ-દુનિયા/હરીશદવે * * ** * ** * * **
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: પરિચય, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, ઇન્ટરનેટ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ડિસેમ્બર 2007, દેશ-દુનિયા, હરીશ દવે, December 2007, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, world