અનન્યા/071229/ફિલ્મ-સિનેમા

*

.

અનન્યા/071229/ફિલ્મ-સિનેમા

.ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી (હપ્તો  ) 

.

આજે હું આપને ભારતીય સિનેમા ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકે (ફાળકે) ની વાત કરીશ.

તેમનું પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાલકે. ઇ.સ. 1870માં 30 એપ્રિલે મહારાષ્ટ્રના નાસિકમાં તેમનો જન્મ. પંદર વર્ષની વયે દાદાસાહેબ મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં કલાક્ષેત્રના અભ્યાસ અર્થે જોડાયા. મુંબઈથી દાદાસાહેબ વડોદરા પહોંચ્યા. વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે લલિત કલાઓને ઉત્તેજન અર્થે કલાભવનની સ્થાપના કરી હતી. દાદાસાહેબ ફાલકેએ વડોદરામાં રહી કલાભવનમાં ફોટોગ્રાફી, પેઇન્ટિંગ, મેજીક વગેરેનો અભ્યાસ કર્યો. તેમણે થોડો વખત ફોટોગ્રાફીનો વ્યવસાય કર્યો. પત્નીના સ્વર્ગવાસ પછી તેમણે દેશની સ્વાતંત્ર્ય-લડતમાં ભાગ લીધો. વળી  પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાં તેમણે લીથોગ્રાફી પ્રિન્ટિંગ કામ કર્યું. “અનન્યા”ના વાચકમિત્રો! રાજા રવિ વર્મા ના પ્રિન્ટિંગ કામને છોડી, દાદાસાહેબ ફાલકેએ જર્મની જઈ સિનેમેટોગ્રાફીનો અભ્યાસ કર્યો.બસ, હવે દાદાસાહેબને લગની લાગી કે હું ફિલ્મ બનાવું.વિશ્વમાં સિનેમાની ચડતીનો જુવાળ હતો.હિંદુસ્તાનમાં તોરણે દાદાની “પુંડલિક” સફળ ફિલ્મ બની હતી.

અમેરિકામાં પ્રથમ અમેરિકન ફીચર ફિલ્મ “ઓલિવર ટ્વિસ્ટ” બની હતી. જગપ્રસિદ્ધ અમેરિકન ફિલ્મ નિર્માતા ચાર્લી ચેપ્લિન હોલિવુડમાં પોતાની પ્રથમ ફિલ્મ્સને સર્જી રહ્યા હતા.

આ સમયે દાદાસાહેબ ફાલકે પોતાની પ્રથમ ફિલ્મનાં સ્વપ્નાં જોવા લાગ્યા. તેમાંથી સર્જાઈ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ તરીકે અધિકૃત સન્માન પામનાર દાદાસાહેબ ફાલકેની “રાજા હરિશ્ચંદ્ર”. * * * *

**ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ  શ્રેણી ( હપ્તો 9)  * * અનન્યા/071229/ફિલ્મસિનેમા/હરીશદવે * *

*  **  *    

2 Responses

  1. [...] પર મેં આપને પહેલાં જણાવ્યું કે 1917માં દાદાસાહેબ ફાલકેની ‘લંકાદહન’ રજૂ થઈ. તેનાં ટ્રીક [...]

  2. [...] દાદાસાહેબ ફાલકે એ હિંદુસ્તાનમાં સિનેમાને જન્મ આપ્યો અને એક મહાઉદ્યોગ – હિંદુસ્તાની ફિલ્મ ઉદ્યોગ – ની નીવ નાખી આપી. [...]

Leave a Reply