.
અનન્યા/071222/દેશ-દુનિયા
.
* આઇઆઇએમ અમદાવાદ IIM-A (Indian Institute of Management, Ahmedabad)ની ખ્યાતિ વિશ્વભરમાં વિસ્તરતી જાય છે. શ્રી બકુલ ધોળકિયા નિવૃત્ત થયા પછી આઇઆઇએમ અમદાવાદના ડાયરેક્ટર પદે સિનિયર ફેકલ્ટી મેમ્બર શ્રી સમીર કુમાર બરૂઆ નિયુક્ત થયા છે. *
* કોલકતા (કલકત્તા) ની ઝેનાઇટિસ (Xenitis) કંપનીએ પાંચેક વર્ષ પહેલાં માત્ર દસ હજાર રૂપિયાની કિંમતમાં કોમ્પ્યુટર (બંગાળી ભાષામાં ‘આમાર કોમ્પ્યુટર’ ) મૂકવાની જાહેરાત કરી માર્કેટમાં ખળભળાટ કરી મૂક્યો હતો. હવે આ જ કંપની ઝેનાઇટિસ (Xenitis) માત્ર વીસ હજાર રૂપિયામાં ટુ-વ્હીલર – તે ય મોટર બાઇક ! – મૂકી રહી છે!! *
* થમ્સ અપ તથા ગોલ્ડ સ્પોટ જેવાં ઠંડા પીણાંઓથી કોકા કોલા અને પેપ્સી જેવી કંપનીઓને હંફાવનાર ભારતીય કંપની પાર્લે (મુંબઈ) ના નામથી “અનન્યા”ના વાચકો સુપરિચિત છે.
ભારતમાં ઠંડા પીણાં – એરેટેડ કોલ્ડ ડ્રીંક્સ- માર્કેટમાં પ્રખ્યાત કંપની પાર્લે (મુંબઈ) ‘બિસ્લેરી’ બ્રાન્ડ સાથે બોટલ્ડ વોટરના માર્કેટમાં પણ અગ્રેસર છે. બિસ્લેરી બ્રાન્ડ ભારતના બોટલ્ડ વોટરના માર્કેટમાં 60% જેટલો માર્કેટ શેર ધરાવે છે (બિસ્લેરી 1000+ કરોડની પ્રોડક્ટ છે). ભારતમાં પાર્લેની બિસ્લેરીને પેપ્સીની એક્વા ફીના તેમજ કોકાકોલાની કિન્લે બ્રાન્ડ સાથે સ્પર્ધા છે. હવે પાર્લેની બિસ્લેરી બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ લોંચ કરાશે. * * અનન્યા/071222/દેશ-દુનિયા/હરીશદવે *
* ટ્રાવેલ-ટુરિઝમ-એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં “ટાઇમ આઉટ” (Time Out) મેગેઝિન સારું નામ ધરાવે છે. યુએસએ, યુકે સહિત દુનિયાના 18 દેશોમાં તે 21 પ્રમુખ શહેરોમાંથી પ્રકાશિત થાય છે. ભારતમાં ટાઇમ આઉટ મેગેઝિન મુંબઈ અને દિલ્હી શહેરોમાંથી પ્રસિદ્ધ થાય છે. નજીકના ભવિષ્યમાં આ મેગેઝિનની બેંગલોર, ચેન્નાઈ, કોલકતા, હૈદરાબાદ વગેરે આવૃત્તિઓ પણ પ્રગટ થશે. ભારતમાં “ટાઇમ આઉટ” મેગેઝિનના પ્રકાશન સાથે એસ્સાર (Essar Group) ગ્રુપના શશી રૂઈઆના પુત્રીની કંપની સંકળાયેલ છે. *
* ઇન્ટરનેટ તથા કોમ્પ્યુટરના અમર્યાદ વ્યાપ સાથે પરિણામલક્ષી ઇન્ટરનેટ સર્ચ માટે સર્ચ એંજિન અનિવાર્ય બને છે. આજે ઇન્ટરનેટ પર ઢગલાબંધ સર્ચ એંજિનો (Search engines) ઊભરાયાં છે.
તેમાં ગુગલ (Google), યાહુ (Yahoo) અને માઇક્રોસોફ્ટ (Microsoft) કંપનીનાં નામ ઇન્ટરનેટ સર્ચમાં મોખરે છે. તેમાંયે ગુગલ તો ઇન્ટરનેટ સર્ચમાં 60% હિસ્સા સાથે અવ્વલ સ્થાન ભોગવે છે, જ્યારે યાહુ 14% તથા માઇક્રોસોફ્ટ 4% હિસ્સો ધરાવે છે. * અનન્યા/071222/દેશ-દુનિયા/હરીશદવે * *
* * ** **
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: સમાચાર, વિષય: સામાન્ય જ્ઞાન | Tagged: Ananyaa, અનન્યા, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ડિસેમ્બર 2007, હરીશ દવે, Computer, December 2007, Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Internet