*
અનન્યા/071222/ગુજરાતી નેટ જગત
.
ગુજરાતી નેટ જગતના બ્લોગ્સના નામોથી છેતરાવાનો વખત આવી ગયો છે!
આપણા મિત્રો પાસે બ્લોગનાં “નામ ખૂટી જવાથી (!)” હવે ગુજરાતી ઇંટરનેટ પર આપને એક જ નામનાં અનેક બ્લોગ્સ જોવા મળશે ! ! !
હવે આપને એક નહીં, બે-પાંચ “લયસ્તરો” જોવા મળે તો નવાઈ ન પામતા! વર્ડપ્રેસ પર “લયસ્તરો” બ્લોગનો વાઘો પહેરી અન્ય એક બ્લોગ આવી પહોંચ્યો છે! ગઈ કાલે સુરતથી ડો. વિવેકભાઈનો મારા પર ફોન હતો, ત્યારે મેં તેમના ધ્યાન પર આ વાત મૂકી. “લયસ્તરો”ના સંચાલક ખુદ પોતાના બીજા નામધારીથી અજાણ હતા! ચાલો, આ એક વાત.
હવે આગળ વધીએ.
વર્ડપ્રેસ પર “મધુસંચય” દોઢ વર્ષથી નિયમિત પ્રકાશિત થાય છે. હવે તેનો પણ જોડિયો ભાઇ – બીજો ‘મધુસંચય’ બ્લોગ – વર્ડપ્રેસ પર જ આવી ગયો છે!
ટૂંક સમયમાં બે-પાંચ “અનામિકા”, “અનુપમા” કે “અનન્યા” આવી જશે તો નવાઈ નહીં! મારા બ્લોગર મિત્રો! આની ગંભીરતા આપને સમજાય છે? આવા તો અન્ય જટિલ પ્રશ્નો ખડા થઈ રહ્યા છે. કોઇ મિત્ર આવા પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દર્શાવી તેના નિવારણ માટેના ઉપાયો સૂચવી શકશે?
મિત્રો! ગુજરાતી નેટ જગત સામે આવનાર પ્રશ્નો માટે હું આપને સમય સમય પર સાવધાન કરતો રહ્યો છું.
કદાચ ગુજરાતી ભાષાના અન્ય કોઇ બ્લોગ પર જે બાબત – ગુજરાતી નેટ જગતની વિશેષતાઓ અને સમસ્યાઓની બાબત – આટલી ચર્ચાઈ નથી તે વાત મારા બ્લોગ્સ પર નિયમિત ચર્ચાતી રહી છે.
હું હંમેશા આપના પ્રતિભાવોની, ચર્ચાની, સહકારની અપેક્ષા રાખું છું. હું આપને ફરી એક વાર વિનંતી કરું છું કે, આવો! મિત્રો! વાત વકરી જાય તે પહેલાં એક થાઓ! * અનન્યા/071222/ગુજરાતી નેટ જગત/હરીશદવે* * *
*
Filed under: ગુજરાતી નેટ જગત | Tagged: અનન્યા, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, Gujarati, Gujarati Blog, ગુજરાત, ગુજરાતી નેટ જગત, Gujarat, Gujarati Net Jagat, હરીશ દવે, Harish Dave, ડિસેમ્બર 2007, December 2007, મધુસંચય, Ananya, Madhusanchay
આમાં ક્યાંય એ બ્લૉગ્સની લિન્ક નથી, જ્યાં આ ચૌર્યકર્મ પ્રગટ થઈ રહ્યું છે…
તમે ખાસ કંઇ ન કરી શકો, પણ થોડા વખતમાં વાંચકો સત્ય જાણીને માત્ર મૂળ બ્લોગની મુલાકાત જ લેશે..
નામ એક હોઇ શકે..કામ એક નહીં હોય ને ? જોકે નામની જેમ કામની કોપી કરતા પણ કેટલી વાર ?
લખાણની કોપી જોકે થાય જ છે ને ! મને અનુભવ થઇ ગયો છે.
કાર્તિકની વાત સાચી છે, આંપણે આ વિષય પર અત્યારે કોઈ પણ નક્કર પગલાઓ લઈ શકીએ તેમ નથી, ઉલ્ટાનું આ ચર્ચાથી લયસ્તરોની નકલ જોવા વાંચકોનો ઘસારો થશો.
[...] અનન્યા/071222/ગુજરાતી નેટ જગત [...]