અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન

*

અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ

* ભારતમાં પહેલું કોમ્પ્યુટર HEC-2M કોલકતા (કલકત્તા) માં ઇ.સ. 1955માં કાર્યરત થયું.

1975માં પર્સનલ કોમ્પ્યુટર (PC) અમેરિકન માર્કેટમાં આવ્યા પછી વિશ્વભરમાં કોમ્યુટર્સનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધતો ગયો છે.

1976માં અમેરિકામાં સેમૂર ક્રે (Seymour Cray) નામના કોમ્પ્યુટર એન્જિનિયરે દુનિયાનું સર્વપ્રથમ સુપર-કોમ્પ્યુટર બનાવ્યું.

સામાન્ય શબ્દોમાં સમજાવું તો, જે કોમ્પ્યુટર એક સેકંડમાં કરોડો અટપટી અને સંકુલ માહિતીઓ પર પ્રોસેસિંગ કે તેમની ગણતરી શકે તેને સુપર-કોમ્પ્યુટર કહેવામાં આવે છે.

ક્રેની અમેરિકન કંપનીનું પ્રથમ સુપર-કોમ્પ્યુટર “ક્રે-વન” Cray – 1″ નામથી ઓળખાયું. આ કોમ્પ્યુટરની કિંમત 8.8 મિલિયન ડોલર જેટલી હતી. તે અમેરિકાની એક નેશનલ લેબોરેટરીમાંમાં કાર્યરત થયું.

આ અમેરિકન સુપર-કોમ્પ્યુટર Cray – 1 નો કોમ્પ્યુટિંગ પાવર 160 મેગાફ્લોપ્સ (160 million floating point operations per second) નો હતો.

ત્યાર પછી 1982માં Cray X-MP સુપર-કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું. 1988માં Cray Y-MP માર્કેટમાં આવ્યું જેનો કોમ્પ્યુટિંગ પાવર ગીગાફ્લોપને પાર કરી ગયો.

વર્તમાન વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી પાસે નેશનલ ન્યુક્લિઅર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (National Nuclear Security Administration, USA) ને હસ્તક છે.

ભારત પણ આ દોડમાં કેમ પાછળ રહે? “અનન્યા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતે અગાઉ ‘પરમ’ (CDAC) તથા ‘અનુપમ’ (BARC) આદિ સુપર કોમ્પ્યુટર્સ ડેવલપ કરેલાં છે.

હવે ટાટા ગૃપ – ટાટા સન્સ (TATA Sons) ની ટીસીએસ (TCS Tata Consultancy Services)  કંપનીએ સુપર કોમ્પ્યુટર ક્ષેત્રે ઝુકાવ્યું છે.

ટાટા સન્સની ટીસીએસના નેજા હેઠળ પૂના(મહારાષ્ટ્ર)ની સીઆરએલ (Computational Research Laboratories : CRL, Pune) ના કોમ્પ્યુટર તજજ્ઞોએ સુપર કોમ્પ્યુટર વિકસાવ્યું છે. “અનન્યા”ના વાચકો નોંધે કે ટાટાએ આ ભારતીય સુપર કોમ્પ્યુટરનું નામ સંસ્કૃતમાં “એક” (Eka means one) રાખ્યું છે.

ટાટાનું “એક” (Eka) ભારતનું જ નહીં, સમગ્ર એશિયા ખંડનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર છે.

ટાટા ગ્રુપ (Tata Group)ની ટીસીએસ (TCS Tata Consultancy Services) કંપની દ્વારા પ્રેરિત સુપર કોમ્પ્યુટર “એક” (Eka)નો કોમ્પ્યુટિંગ પાવર 120 ટેરાફ્લોપ્સનો છે. ખાસ સિદ્ધિ એ કે આ સુપર કોમ્પ્યુટરે 172 ટેરાફ્લોપ્સનો peak performance પણ આપેલો છે. સો કરોડ રૂપિયાથી પણ વધુ બજેટના પ્રોજેક્ટ હેઠળ બનેલ સુપર કોમ્પ્યુટર “એક” (Eka) માં ઇન્ટેલ પ્રોસેસર્સ – Dual quad-core Intel Processors - નો ઉપયોગ થયેલો છે. * અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશદવે * *

* *  * *   * *
સામાન્ય જ્ઞાન

.
આજે આપણે અવકાશ-સંશોધન વિશે વાત કરીએ. બ્રહ્માંડ ની, અવકાશની ખોજના માનવીના આરંભિક પ્રયત્નોનો ચિતાર મેળવીએ.

માનવીએ અવકાશમાં મોકલેલ અમાનવ (માનવવિહીન) અને સમાનવ અવકાશયાનોની અવકાશયાત્રાઓનો ઇતિહાસ રસપ્રદ છે. અવકાશ-સંશોધનના શરૂઆતના વર્ષોમાં તે સમયના બે સુપર પાવર અમેરિકા (USA) અને સોવિયેટ રશિયા (USSR) વચ્ચે ભારે સ્પર્ધા રહી.

“અનન્યા”ના વાચકમિત્રો! આપ જાણો છો કે સૌ પ્રથમ માનવનિર્મિત કૃત્રિમ ઉપગ્રહ (artificial satellite / man-made satellite) સોવિયેત રશિયા – યુએસએસઆર દ્વારા 4 ઓક્ટોબર, 1957ના રોજ છોડવામાં આવ્યો. માનવી દ્વારા અવકાશમાં છોડાયેલ આ સૌ પ્રથમ ઉપગ્રહનું નામ સ્પુટનિક – 1 (Sputnik-1) હતું.

તે પછી અમેરિકાએ પોતાનો પ્રથમ ઉપગ્રહ 31 જાન્યુઆરી, 1958ના રોજ છોડ્યો. આ પ્રથમ અમેરિકન ઉપગ્રહનું નામ એક્સપ્લોરર – 1 (Explorer-1) હતું.

3 નવેમ્બર 1957ના રોજ રશિયાએ સજીવ પ્રાણી સાથેનું પ્રથમ અવકાશયાન છોડ્યું. સ્પુટનિક-2 નામક આ રશિયન અવકાશયાનમાં લાયકા નામની કૂતરીને મોકલવામાં આવી હતી.

10 જુલાઈ, 1962ના રોજ અમેરિકાએ સંદેશાવ્યવહારના હેતુથી વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ લોંચ કર્યો. એટલાંટિક મહાસાગર પારના દેશોમાં એક સાથે ટેલિવિઝનનું પ્રસારણ કરનાર આ અમેરિકન ઉપગ્રહનું નામ ટેલસ્ટાર-1 (Telstar-1) હતું. * અનન્યા/071222/સામાન્યજ્ઞાન/હરીશદવે * * ** *
*

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દો તેમના મૂળ (Roots) પરથી શીખવામાં મઝા આવે છે. આવું એક મૂળ “MEM” છે જે ‘meminisse’ (યાદ કરવું) શબ્દ પરથી આવેલ છે. અંગ્રેજી મૂળ “MEM” પરથી બનતા શબ્દો જોઇએ:
Memory means ability to recall.

Memorize means to commit to memory.

Remember means to bring to mind.

Memorial mens something that keeps remembrance.

Memorandum means a note; a reminder.

Memoir means an official note or report. * * * અનન્યા/071222/ગુજરાતી-અંગ્રેજી/હરીશદવે * * ** *

*

One Response

  1. [...] અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન [...]

Leave a Reply