.
અનન્યા/071027/દેશ-દુનિયા
* ભારતમાં પૂના ખાતેની સુઝલોન કંપની વિન્ડ-એનર્જી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની બનવા સજ્જ થઈ રહી છે.
સુઝલોનના સ્થાપક-સંચાલક શ્રી તુલસીભાઈ તંતી ગુજરાતી છે. સુઝલોનની સફળતા ગુજરાત માટે ગર્વની વાત છે.
યુરોપની અગ્રગણ્ય RE Power (જર્મની) તથા Hansen Transmission હસ્તગત થયા પછી સુઝલોન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચમકી ઊઠી છે.
* વિશ્વમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. વિશ્વની 660 કરોડની વસ્તી છે. તેમાં 230 કરોડ મોબાઇલ ફોન કનેક્શન્સ છે. ભારતની 120 કરોડની વસ્તીમાં 20 કરોડ મોબાઇલ કનેક્શન્સ છે. * અનન્યા/071027 *
* નાની સાઈઝના કોમ્પ્યુટર બનાવવાની હોડ કેવી લાગી છે! વિશ્વની આઈ.ટી. ક્ષેત્રની કંપનીઓ (IT industry) સાથે યુરોપ-અમેરિકાની યુનિવર્સિટીઝમાં પણ સંશોધનો ચાલી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં હથેલીમાં સમાય તેવાં મેચ-બોક્સ સાઈઝનાં કોમ્પ્યુટર બનવા લાગશે.
* ઇન્ટરનેટ પર સૌની જાણીતી અમેરિકન કંપની યાહુ (Yahoo)એ તેની નીતિઓમાં ફેરફારનો અણસાર આપ્યો છે. આપને નવાઈ લાગશે, પણ યાહુ openness ની નીતિ અપનાવી રહેલ છે. યાહુના હોમ પેજ પર પ્રથમ વખત બહારના સ્રોતોની સાઇટ્સની લિંક્સ મુકાઈ રહી છે. પ્રાયોગિક ધોરણે યાહુએ નાસા (NASA), ટાઈમ (Time), ફોર્બ્સ (Forbes) આદિ સાઇટ્સને લિંક કરી છે.
* અનન્યા/071027/
Filed under: દેશ-દુનિયા, વિષય: આર્થિક/વાણિજ્ય, વિષય: વિજ્ઞાન, વિષય: સમાચાર | Tagged: Ananyaa, અનન્યા, અમેરિકા, કોમ્પ્યુટર, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, જર્મની, ટાઇમ, નાસા, ફોર્બ્સ, મોબાઇલ ફોન, યાહુ, યુરોપ, વિન્ડ-એનર્જી, સુઝલોન, Gujarat, Gujarati, Gujarati Blog, NASA, Suzlon, TIME, Yahoo
Very interesting posts. Useful information for all.
really grateful to u ………… from all of us all bloggers of gujarati lit………… !!
[...] આ પ્રમાણે છે: વિપ્રોના અઝિમ પ્રેમજી (5), સુઝલોનના તુલસીભાઈ તંતી (10), અમદાવાદના અદાણી ગ્રુપના ગૌતમ [...]